નમસ્તે મિત્રો,
આજે આપણે શીખીશું નીચેની બે બાબતો —
૧. BLO નંબર ક્યાંથી મેળવવો
૨. ૨૦૦૨ની મતદારોની યાદીમાં નામ કેવી રીતે શોધવું
આ બધું જાણવું ખુબ જરૂરી છે, તો આ આર્ટીકલ પૂરો ધ્યાનથી વાંચવો અને બધા મિત્રો સાથે શેર કરજો.
### ૧. BLO નંબર ક્યાંથી મળશે
BLO નંબર મેળવવા માટે સૌ પ્રથમ નીચેની લિંક પર જશો:
👉 [https://electoralsearch.eci.gov.in/]
અહીં ખુલેલી સ્ક્રીનમાં તમારો EPIC નંબર નાખવો
— આ નંબર તમારું ચૂંટણી કાર્ડમાં ફોટા ઉપર લખેલો હોય છે.
ઇમેજ કેપચા ડિટેલ ભરી સર્ચ પર ક્લિક કરવું

ત્યાર બાદ નીચે આવી સ્ક્રીન આવશે. જેમાં તમારા કાર્ડ ની વિગત આવશે ત્યારબાદ “View Details” બટન પર ક્લિક કરશો.

બીજી સ્ક્રીન ખુલશે જેમાં નીચે સ્ક્રોલ કરશો તો “BLOનું નામ” અને “નંબર” બંને દેખાશે.

ઉપર દર્શાવેલ ચિત્ર મુજબ તમને BLOનું નામ” અને “નંબર” બંને દેખાશે.
જો ફોર્મ ન મળ્યું હોય તો તમારો BLOનો સંપર્ક કરીને ફોર્મ મેળવી શકાય છે.
હવે
### ૨. ૨૦૦૨ ની મતદાર યાદીમાં નામ કેવી રીતે શોધવું
SIR ફોર્મ ભરવા માટે તમારું અથવા તમારા માતા, પિતા, દાદા -દાદી નું નામ ૨૦૦૨ની યાદીમાં છે કે નહીં તપાસો. અને તે માટે આ રહી લિન્ક
https://chunavsetu-search.gujarat.gov.in/SIRSearch.aspx
આવી આવશે જેમાં આ સ્ક્રીનમાં સૌ પ્રથમ “વિધાનસભા ક્ષેત્ર” સિલેક્ટ કરવો —

ઉદાહરણ તરીકે, જો તમે “ભાવનગર નોર્થ” વિસ્તારમાં મત આપો છો તો “ભાવનગર નોર્થ” પસંદ કરો.
ત્યારબાદ તમારું નામ અથવા અટક (સરનેમ) ગુજરાતીમાં ટાઈપ કરશો.
નીચે પૂછાયેલા ૪ આંકડાના પ્રશ્નનો જવાબ લખી “Search” બટન દબાવો.

પછી તમારું નામ અને સરનામાની વિગત આવશે.
ઉદાહરણ તરીકે, જો “મહેશભાઈ” નામ લખ્યું છે તો બધા મહેશભાઈની માહિતી દેખાશે.
તેમાંમાંથી તમારો એન્ટ્રી શોધી લો.
ત્યાં તમને “વિધાનસભાનું નામ”, “મત વિભાગ નંબર” અને “અનુક્રમ નંબર” મળશે.
આ વિગતો SIR ફોર્મમાં લખવી જરૂરી છે.



