રોકાણની વ્યાખ્યા તથા તેનું મહત્વ અને પ્રકાર

રોકાણની વ્યાખ્યા તથા તેનું મહત્વ અને પ્રકાર

INVESTMENT

Easy Guide Team

4/20/20241 min read

રોકાણ એટલે શું ? (What Is Investment)

રોકાણ ની સીધી ભાષામાં સમજીએ તો છે કે કોઈપણ પણ પ્રકારની વસ્તુ જેમ કે રૂપિયા, સંપતિ વિગેરેને અમુક ચોક્કસ સમય સુધી રોકી નાણાકીય વળતર/નફો મેળવવાની રીત કેહવાય. ટુકમાં તમારી સંપતિ અને આવક વધારવાનું એક સાધન રોકાણ (investment) તરીકે ઓળખાય છે.

ઉદાહરણ તરીકે તમારી પાસે જે પૈસા અથવા કમાણી છે તે એવી જગ્યાએ રોકાણ કરવી જોઈએ જ્યાં તે રકમ અથવા તે કમાણીમાં ચોક્કસ સમયગાળા પછી વધારો થતો રહે આ પ્રમાણે વધુ આવક મેળવવાના હેતુથી બેંકમાં કોઈપણ ઉદ્યોગ જૂથમાં અથવા કોઈપણ વ્યવસાયમાં રોકાણ કરવામાં આવે છે જેને આપણે રોકાણ કર્યું કહીએ છીએ.

કેટલીક વાર સ્થાયી સંપત્તિ અથવા યોજનામાં રોકાણ કરવામાં આવે છે જેમકે સોનું મિલકત કે બેંકમાં રાખેલ થાપણ અથવા કંપનીના શેર કે સ્ટોક વગેરે વસ્તુનો ઉપયોગ કરવાના હેતુથી ન કરવું જોઈએ પરંતુ ભવિષ્યમાં તેના થકી સંપત્તિ બનાવવાના હેતુથી કરવું જોઈએ.

કોઈપણ રોકાણમાં કેટલીક મિલકત, સમય ,પૈસા અથવા પ્રયત્નોનો યોગદાન આપવું જરૂરી છે જેના કારણે ભવિષ્યમાં તે વસ્તુઓમાંથી વધુ વળતર મળવાની આશા હોય છે આ રોકાણમાંથી આપણને જે લાભ મળે છે તેને રોકાણ પરનું વળતર કહેવાય છે ઉદાહરણ તરીકે આજે કોઈ પ્રોપર્ટી કેટલાક વર્ષો બાદ વધારે નફો કમાવવાના ઉદ્દેશ્ય સાથે ખરીદી લેવી એટલે પ્રોપર્ટીમાં રોકાણ કરવું આજે કોઈ કંપનીના 1,00,000 ખરીદ્યા અને થોડા વર્ષો પછી તેની કિંમત ૧,૪૦,૦૦૦ થઈ જાય તો તે 40,000 નફો છે

રોકાણ શા માટે ? ( Why Investment)

રોકાણ કરવું શા માટે મહત્વનું છે અહીં ફરી એક વાર બાળપણની વાતોમાં ડોક્યુ કરવાની જરૂર છે તેના બદલે યાદ કરો કે શાળાએ જતા સમયે મનપસંદ ચીજો ખાવા માટે કેટલા પૈસા લાગતા હતા અને આજે તે જ ચીજ માટે કેટલા રૂપિયા લાગે છે પરંતુ આજે તે જ ભોજન માટે ₹100 ખર્ચ થાય છે જેને આપણે સામાન્ય ભાષામાં મોંઘવારી કહીએ છીએ જેનો મતલબ એ છે કે છેલ્લા 20 રૂપિયા આજના સો રૂપિયા જેટલા છે અને એક સરળ ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ ધારો કે આજે સો રૂપિયાના ચોખા એક વર્ષ પછી 110 રૂપિયાનો થઈ જશે પણ તે રૂપિયા એક વર્ષ સુધી આપણી પાસે રાખીએ તો પણ તે સ્વરુપે જ રહેવાના છે એટલે કે એક વર્ષ પછી તે જ ચોખા ખરીદવા માટે તમારે દસ રૂપિયા વધુ ચૂકવવા પડશે અને આ માટે તમારે એટલી કમાણી કરવી પડશે પણ જો એ જ સ્વરૂપે રોકાણ કરવામાં આવે તો એક વર્ષ પછી તેનું મૂલ્ય વધશે અથવા વ્યાજ ઉમેરીને તે 110 રૂપિયા થઈ જશે અને આપણે અલગથી દસ રૂપિયા ચૂકવવાની જરૂર નહીં પડે જે લોકો રોકાણ કરતા નથી તેવું ગમે તેટલી કમાણી કરે તેમની પાસે હંમેશા પૈસાની રહેશે તે પ્રમાણે તમારી આવક વધશે એવું કહી શકાય નહીં તેથી આપણે અહીં જોયું કે આપણે રોકાણ એટલા માટે કરીએ છીએ કે જેથી આપણને સારું પડતર અને મૂલ્ય વર્ધન મળે જે પ્રકાર આપણે જોયા તેમાંથી નફો મળે છે

આમ આપની લાંબા ગાળા ની કે ટુંકા ગાળાની ભવિષ્યની જરૂરિયાત ને પૂરી કરવા માટે રોકાણ કરવું જરૂરી છે.

બચત અને રોકાણ માં તફાવત ? ( Difference Between Investment and Saving)

બચત એટલે તમારી ૧૦૦ રૂપિયાની આવક છે અને દરેક ખર્ચા કર્યા પછી તમારી પાસે ૧૦ રૂપિયા વધે છે તો ૧૦ રૂપિયા તમારી બચત થઇ અને જયારે તમે ૧૦ રૂપિયાને બેંકમાં ફિક્સ ડીપોઝીટ કરો તો થયું રોકાણ આમ બચત ને વળતર આપવાનું કામ રોકાણ છે.

રોકાણ કરવા માટે બચત જરૂરી છે.

રોકાણ કેવી રીતે કામ કરે ? ( How Investment Work)

રોકાણ ની વ્યાખ્યા અને બચત અને રોકાણ ને સમજ્યા પછી આપણે જોઈએ કે બચત કેવીરીતે કામ કરે છે.

રોકાણ નો ઉદેશ્ય સંપતિ નું સર્જન રોકાણ કરેલ નાણા ઉપર વળતર મેળવવું, આ ઉદેશ્ય ને સાધવા માટે ઘણા બધા વિકલ્પો છે પરંતુ એ પહેલા આપણે આપણી જરૂરિયાત કેટલી છે, આપણે કેટલા સમય સુધી રોકાણ કરી શકીએ, નાણાની જરૂરિયાત કયારે થશે, ભવિષ્યમાં કેટલા ની જરૂર પડશે, રોકાણ જોખમ મુક્ત રાખવું છે કે જોખમ લઇ અને રોકાણ કરવું છે તે બધાનો વિચાર કરવો પડે છે.

રોકાણ લાંબા ગાળાનું ટુંકા ગાળાનું હોય અને તેનો ઉદેશ્ય હોય છે દા.ત. એક ફેક્ટરીનો માલિક મોટી મશીનરીમાં રોકાણ કરે તો વધુ પૈસા મળે કે માલ આઉટ સોર્સ કરાવી અને તેમાં રોકાણ કરે કઈ વસ્તુમાં વધારે ફાયદો થશે તેનો વિચાર કરે છે, તેવી જ રીતે સામાન્ય માણસ નાની નાની બચત કરી અને ફિક્સ ડીપોઝીટ અથવા સોનું ખરીદે છે. આમ જુદા જુદા વિકલ્પો થાકી સંપતિમાં વધારો થાય છે.

રોકાણના પ્રકારો ? ( Types of Investment )

રોકાણ ને સમજ્યા પછી રોકાણ કરવાના પ્રકારો ઉપર નજર કરીએ તો જેવો આપણો ઉદેશ્ય હશે તેવો વિકલ્પ પસંદ કરવો જોઈએ રોકાણ ના પ્રકારો ઘણા બધા છે આપણે તેને મુખ્ય ત્રણ વિભાગ માં વેહચીએ

રોકાણના પ્રકાર આમ જોવા જઈએ તો અલગ અલગ રીતે રોકાણ કરવામાં આવે છે બદલાતી અર્થવ્યવસ્થાઓ અનુસાર રોકાના વિવિધ વિકલ્પો છે પરંતુ રોકાણના કેટલાક મુખ્ય પ્રકાશે અને કોઈ વળતર આ પ્રકારમાં જ ઉપલબ્ધ છે.

- કંપનીના શેર મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ

- બેંક, પોસ્ટ, ક્રેડીટ સોસાયટી વગેરેમાં ફિક્સ ડીપોઝીટ

- જમીન – અથવા મિલકત માં રોકાણ

- સરકારી અથવા પ્રાઇવેટ કંપનીના થાપણ debentureમાં રોકાણ

- સોનામાં અથવા ગોલ્ડ બોન્ડ માં રોકાણ

- જીવન વિમામાં રોકાણ

ઉપરોક્ત રોકાણના માધ્યમ થી વ્યાજ, dividand, પ્રોફિટ, મીલ્કત ના મૂલ્યમાં વધારો થવાથી વળતર મળે છે.

રોકાણ કરવા માટે શું કરવું ? ( What to do For Investment)

જેમ દરેક આપને કોઈ ધંધો વ્યવસાય કરીએ અથવા કોઈ પણ કામ કરીએ તો તેના વિશે વિચારવું પડે કે કઈ વસ્તુ ક્યાંથી મળશે, કેટલો ફાયદો થશે, નુકશાન કેટલું, જોખમ કેટલું વગેરે બાબતો રોકાણ કરતા પહેલા પણ જોવું જરૂરી છે.

સૌ પ્રથમ તો પહેલા તો આપણે ભવિષ્યમાં કેટલા ફંડ ની જરૂર છે તેની રકમ ધ્યાનમાં હોવી જોઈએ દાખલાતરીકે દીકરા –દીકરીના ના લગ્ન માટે, ભણતર માટે કેટલા રૂપિયાની જરૂર રેહશે.

આ રકમ કેટલા સમય પછી જરૂર પડશે એટલે રોકાણ નો સમય ગાળો કેટલો રેહશે. આ સમય ગાળો નીચે પ્રમાણે વિભાગમાં વહેચી શકાય.

૧. ટુંકા ગાળાનું રોકાણ - ( 1 મહીના થી 24 મહિના સુધી )

૨. મધ્ય ગાળાનું રોકાણ – ( 2 વર્ષ થી ૧૦ વર્ષ સુધી )

૩. લાંબા ગાળાનું રોકાણ – ( ૧૦ વર્ષ થી વધુ )

ઉપરોક્ત સમય ગાળા ને ધ્યાન માં રાખી ને રોકાણનો પ્રકાર માધ્યમ નક્કી કરવા આવે જેમ કે ઉપર આપને જોયા એમ ફિક્સ ડીપોઝીટ, શેર –મ્યુચ્યુલ ફંડ, બોન્ડ વગેરે આ નક્કી કરતા પહેલા આપને કેટલું ક્યાં રોકાણ ના પ્રકારમાં કેટલું જોખમ છે તે જોવામાં આવે છે અને જેમ જોખમ વધુ હોય તેમ વળતર પણ વધુ હોય છે અને જેમ જોખમ ઓછુ હોય તેમ વળતર પણ ઓછુ હોય છે અથવા દરેક પ્રકારમાં થોડું થોડું રોકાણ કરી અને વળતર વધારી શકાય અને જોખમ ઓછુ કરી શકાય.

જેમકે શેર માર્કેટ તથા મ્યુચ્યુલ ફંડમાં જોખમ વધુ હોય છે અને એમાં વળતર પણ વધુ હોય છે અને બેંક ફિક્સ ડીપોઝીટ સરકારી બોન્ડ વગેરે ગોલ્ડ બોન્ડ વગેરે ઓછા જોખમ વાળા છે વળતર પણ ઓછુ હોય છે.

આમ આપણે જોખમ અને સમયને ધ્યાનમાં રાખી રોકાણ કરવું જોઈએ.

આ પ્રકારના વધુ આર્ટીકલ માટે અમારી સાથે જોડાયેલા રહો.
Perfect Investment Makes you Happy