ધોરણ ૧ થી ૮ ખાનગી શાળામાં મફત શીક્ષણ મેળવવા માટેની યોજના

શૈક્ષણિક વર્ષ 202425 માં નબળા અને વંચિત જૂથના બાળકોને વિના મૂલ્ય ધોરણ 1 માં પ્રવેશ ની જાહેરાત કરવામાં આવી છે

SARKARI YOJANA & JOBS

3/23/20241 મિનિટ વાંચો

શૈક્ષણિક વર્ષ 202425 માં નબળા અને વંચિત જૂથના બાળકોને વિના મૂલ્ય ધોરણ 1 માં પ્રવેશ ની જાહેરાત કરવામાં આવી છે

બાળકોનો મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009 અંતર્ગત જૂથના બાળકોને ખાનગી પ્રાથમિક શાળામાં ધોરણ એકમાં વિનામૂલ્યે પ્રવેશ આપવાનો કાયદો અમલમાં છે તે સમજીએ તો કે આરટી અંતર્ગત જે બાળકને ધોરણ એકમાં ખાનગી શાળામાં પ્રવેશ મળશે તેને ધોરણ 1 થી 8 માં વિનામૂલ્ય શિક્ષણ આપવામાં આવશે અને તેનો તમામ ખર્ચો રાજ્ય સરકારને ભોગવવાનો રહેશે એટલે કે વિદ્યાર્થીના વાલીએ કોઈપણ પ્રકારની શાળામાં ચૂકવવાની થતી નથી. તે ઉપરાંત દર વર્ષે વિદ્યાર્થી અથવા તો તેના વાલીના ખાતામાં 3000 રૂપિયા સહાય પણ આપવામાં આવશે

અરજી તારીખ :

શૈક્ષણિક વર્ષ 2024-25 માટે આરટીઇ એક 2009 હેઠળ પ્રવેશ પ્રક્રિયા માટેનો સંભવિત કાર્યક્રમ ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ 14 માર્ચ 2024 થી શરૂ થશે અને છેલ્લી તારીખ 26 માર્ચ 2024 છે.

અરજીમાં સુધારા તારીખ :

આ અરજી કર્યા પછીના દરમિયાન જિલ્લા કક્ષાએ આ તમામ ફોર્મની ચકાસણી પણ શરૂ થઈ જશે. જેમાં અપ્રુ અને રિજેક્ટ કરવાનો સમયગાળો 14 માર્ચ 2024 થી 28 માર્ચ 2024 છે આ ઓનલાઇન અરજીઓમાં જો કોઈ ભૂલ હોય અને જિલ્લા કક્ષાએથી તે અનન્ય કરવામાં આવે તો તેના માટે ખરા ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટેનો અરજદારને ફરીથી એક સમય આપવામાં આવશે જે સંભવિત એક એપ્રિલ 2024 થી 3 એપ્રિલ 2024 છે આ સમયગાળા દરમિયાન તમે ફક્ત ડોક્યુમેન્ટ માં જો કોઈ ભૂલ હોય તો તમે ફરીથી અપલોડ કરી શકશો પરંતુ વિગતમાં કોઈ પણ પ્રકારનો સુધારો કરી શકશો નહીં એ સંભવિત પ્રથમ રાઉન્ડ જાહેર કરવાની તારીખ 6 એપ્રિલ 2024 છે.

આ કાયદાનો લાભ કોને મળે ?

યોગ્યતાની વાત કરીએ તો નવા કાયદા મુજબ હવેથી શૈક્ષણિક વર્ષ 2023 24 થી 1 જૂનના રોજ જે વિદ્યાર્થીઓ છ વર્ષ પૂર્ણ કરેલ હશે તે જ આરટીઇ માટે એલિજીબલ છે અને બીજી યોગ્યતા એ છે કે તે બાળકે અત્યાર સુધી ધોરણ એક કે બે માં ક્યાંય અભ્યાસ કરેલ ન હોવો જોઈએ કે પ્રવેશ પણ મેળવેલો ન હોવો જોઈએ.

અરજી કેવી રીતે કરવાની ?

આરટીઇની સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન છે ડોક્યુમેન્ટ પણ ઓનલાઇન સબમીટ કરવાના રહેતા હોય છે અને ફોર્મ સબમીટ કરવાનું છે ત્યારબાદ તેની ફિઝિકલ કોપી ક્યાંય પણ જમા કરાવવાની રહેતી નથી.

અરજી કર્યા પછી ની પ્રક્રિયા?

અરજી થયા બાદ પ્રથમ દ્વિતીય રાઉન્ડ આ રીતે રાઉન્ડ પણ બહાર પડતાં હોય છે આ રાઉન્ડ અંતર્ગત જેમને પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ ન મળ્યો હોય તો તેમને બે દિવસનો શાળા ફેર બદલી કરવાનો પણ સમય આપવામાં આવે છે આમ આ તમામ પ્રક્રિયા ઓનલાઈન છે.

અરજીમાં અગ્રતા ક્રમ ?

આ તમામ પ્રક્રિયા ઓનલાઈન છે અને અંતર્ગત 2012 બનાવવામાં આવ્યું અને તેમાં આરટીઇના વિદ્યાર્થીઓ માટે અગ્રતા ક્રમ નક્કી કરવામાં આવી છે અને આ અગ્રતા ક્રમને સમજવું જાણવું ખૂબ જ જરૂરી છે કારણ કે વિદ્યાર્થીને પ્રવેશ મળશે કે નહીં મળે તે આ અગ્રતા ક્રમમાં તમને અંદાજો આવી જશે.

૧. આરટીઇ ની કુલ 13 કેટેગરી છે જેમાં આ મુજબ અગ્રતાક્રમ આપવામાં આવી છે એક અનાથ બાળકો એટલે કે જેમના માતા અને પિતા બંને હયાત નથી.

. સંભાળ અને સંરક્ષણની જરૂરિયાત વાળું બાળક એટલે કે જેમના માતા-પિતા છોડીને જતા રહ્યા છે અથવા તો હયાત નથી.

૩. બાલ ગૃહના બાળકો આ ત્રણેયને cwc નું પ્રમાણપત્ર ની જરૂર રહેશે જે બાલ કર્યા સમિતિમાંથી મળશે.

૪. બાળમજૂર જેને શ્રમ અધિકારીના પ્રમાણપત્ર ની જરૂર રહેશે

૫. પાંચમો મંદબુદ્ધિ ધરાવતા બાળકો અને

૬. આરટી ની સારવાર લેતા બાળકો

આ પાંચમી અને છઠ્ઠી કેટેગરી માટે સિવિલ સર્જનના પ્રમાણપત્ર ની જરૂર રહેશે

૭. ફરજ દરમ્યાન સહિત થયેલ લશ્કરી અર્ધલશ્કરી અને પોલીસ દળના જવાના બાળકો તેમને સંબંધિત ખાતાના સક્ષમ અધિકારીના પ્રમાણપત્રની જરૂર રહેશે.

તમામ બાળકો માટે સૌથી પહેલા તમામ અનાથ બાળકને પ્રવેશ પાડવી આપવામાં આવશે ત્યારબાદ બીજા નંબરમાં સંભાળ અને સર રક્ષણની જરૂરિયાત દ્વારા તમામ બાળકોને પ્રવેશ પાડવામાં આવશે અને ત્યારબાદ બાલગુરુના જેટલા બાળકો હશે તેમને પ્રવેશ પાડવામાં આવશે આ રીતે અગ્રતાક્રમ નક્કી કરવામાં આવી છે.

૮.સંતાનમાં એકમાત્ર જ ડિગ્રી હોય એટલે કે એક જ સંતાન હોય અને તે દીકરી હોય તેના સિવાય અન્ય કોઈ સંતાન ન હોય તો સક્ષમ અધિકારીના પ્રમાણપત્ર.

૯.આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો અહીં ઓછામાં ઓછા બે વર્ષનો અભ્યાસ હોવો જોઈએ તો આંગણવાડીના બીપીએલ કેટેગરીમાં આવતા વિદ્યાર્થીઓ એસી એસટી ઓબીસી અને જનરલ કેટેગરીના વિદ્યાર્થીનું પ્રમાણપત્રની જરૂર રહેશે તે જનરલ કેટેગરી બિન અનામત વર્ગના બાળકો અહીં કોઈ પણ પ્રમાણપત્રની જરૂર નથી કેટેગરીના બાળકો પણ ફોર્મ ભરી શકે છે

અને 13 સુધીમાં વિદ્યાર્થીઓને પ્રવેશ મળવાના ચાન્સીસ ખૂબ જ ઓછા છે અથવા તો જેમાં બીપીએલ કેટેગરીમાં આવતા વિદ્યાર્થીઓ એસી એસટી ઓબીસી અને જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓને બે વર્ષ થયા આરટી અંતર્ગત પ્રવેશ મળવાના ચાન્સ છે ખૂબ જ નહિવત થઈ ગયા છે.

આરટીઈ અંતર્ગત કયા કયા ડોક્યુમેન્ટ જોશે

હવે સમજીએ કે આરટી અંતર્ગત કયા કયા ડોક્યુમેન્ટ જોશે અને આ પણ સમજવું ખૂબ જ જરૂરી છે કારણ કે ફોર્મ ભરતા લોકો અને વાલીમાં પણ આ ઘણી બધી ગેરસજો આ બાબત પર છે

આ નીચેની વેબસાઈટ ઉપર અરજી કરવાની રેહશે.
https://rte.orpgujarat.com/

: R.T.E અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટ :::

૧. વિદ્યાર્થીનો જન્મનો દાખલો

૨. વિદ્યાર્થીનું આધાર કાર્ડ

૩. માતાપિતાનું આધાર કાર્ડ

૪. આવકનો દાખલો (મામલતદારનો)

૫. લાઇટબિલ , રેશનકાર્ડ , વેરા બીલ (કોઈ પણ એક)

૬. બેંક પાસબુક (માતા અથવા પિતા અથવા બાળકની બેન્ક પાસબુક)

૭. વિદ્યાર્થીના ફોટા

૮. પિતાનો જાતિનો દાખલો

૯ પાન કાર્ડ

૧૦ વોર્ડ નંબર

૧૧ .BPL નો દાખલો (જો BPL કેટેગરીમાં આવતા હોય તો)

૧૨. વાલીની સહી

નોંધ : બધા ડૉક્યુમેન્ટ ઓરીજનલ અપલોડ કરવા.

ઉપરોક્ત 12 કેટેગરી માંથી જે લાગુ પડે તેનો પ્રમાણપત્ર 13મી કેટેગરી માટે પ્રમાણપત્રની જરૂર નથી

આરટીઈ અંતર્ગત આવક મર્યાદા શું છે?

આવક પ્રમાણપત્ર ગ્રામીણ કક્ષાએ આવક મર્યાદા 1,20,000 અને શહેરી વિસ્તારમાં આવક મર્યાદા 1,50,000 કે તેથી ઓછી.

અરજી કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબત

આરટીઇ કરવા માટે મુખ્ય ચાર મુદ્દાઓનું ખાસ ધ્યાન રાખશો

પ્રથમ તમે ગમે તેટલી શાળા પસંદ કરી શકો છો આરટીઇ માં સ્કૂલ સિલેક્શનની કોઈ લિમિટ નથી બીજું કે તે તમામ શાળાઓને તમારે અગ્રતાક્રમ મુજબ ગોઠવવાની છે એટલે કે જે શાળા સૌથી વધુ પસંદ હોય તેને એક નંબર ઉપર પછી જે પસંદ હોય તે બે નંબર ઉપર આ રીતે તમારે પણ આપવાનો છે વધુમાં વધુ શાળા પસંદ કરો કારણકે તમને જે આરટી અંતર્ગત પ્રવેશ મળશે તે તમે જે શાળા સિલેક્ટ કરી હશે તે માટે તમને પ્રવેશ મળશે.

શાળા પસંદગી કરવામાં પણ ખાસ ધ્યાન રાખશો ઘણી વખત નામમાં ભૂલ થઈ છે ઘણી વખત સાબરકાંઠેવાળા પોતાની રીતે પણ શાળાઓ એડ કરી દેતા હોય છે અને આ કાયદા અંતર્ગત એક વખત જો શાળા તમને ફાળવી દેવામાં આવશે પછી શાળા તમે બદલી શકશો નહીં.

આમ તમારે આરટીઓના આ ચાર મુદ્દાઓ શાળા પસંદગી સમયે ખાસ ધ્યાનમાં રાખવાના છે એટલે આરટીઇ નું ફોર્મ ભરવામાં ખૂબ જ કાળજી તો રાખવાની જ છે સાથે સાથે ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં પણ ખૂબ જ કાળજી રાખવાની છે

તેમાં મુખ્ય બે વસ્તુઓ જોવા મળે છે પ્રથમ કે ડોક્યુમેન્ટ જે અપલોડ કર્યા હોય તે ઓછી કેબીમાં કરવાના વધારે ઓછી કેબીમાં થઈ જતા હોય ત્યારે ડોક્યુમેન્ટ વાંચી પણ ન શકાતા હોય એવા અપલોડ કરી દે છે અને ઘણી વખત એક ડોક્યુમેન્ટ ના બદલે બીજા ડોક્યુમેન્ટ અથવા તો અન્ય વિદ્યાર્થીના ડોક્યુમેન્ટ પણ અપલોડ કરી દેતા હોય છે તેથી ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં પણ ખૂબ જ કાળજી રાખવી.

આરટીઈ ના ફોર્મ ભરવા માટે ૧૦ થી ૧૫ દિવસનો સમય આપવામાં આવે છે અને તેની સાથે સાથે ફોર્મની ચકાસણી પણ શરૂ થઈ જાય છે અને ત્યારબાદ જો ડોક્યુમેન્ટમાં ભૂલ હોય તો વધારાના બે દિવસનો સમય પણ આપવામાં આવે છે આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા પછી જે લોકોના ફોર્મ અપ્રુ (સિલેક્ટ) થયા છે તેમના માટેનો પ્રથમ રાઉન્ડ બહાર પાડવામાં આવે છેહવે જેમને પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મળે છે તેમને સાત દિવસનો વધારાનો સમય આપવામાં આવે છે કે સ્કૂલે જાય અને તેઓ એડમિશન કન્ફર્મ કરાવી દે.

હવે જેમને પ્રવેશ મળ્યો નથી પ્રથમ રાઉન્ડમાં તેમને બીજા રાઉન્ડ માટે શાળા ફેર બદલી કરવાનો બે દિવસનો વધારાનો સમય આપવામાં આવે છે.

અને એક સલાહ છે કે આજે શાળા ફેર બદલી કરવાનો સમય આપવામાં આવ્યો છે તેમાં અવશ્ય ચોક્કસ તમારે શાળા ફેરબદલી કરવી જોઈએ કારણ કે તમે જે શાળાઓ સિલેક્ટ કરી હતી તે ફૂલ થઈ ગયા છે તેથી હવે જે શાળા બતાવશે તે ખાલી હશે તે જ શાળા તમે જોઈ શકશો તેથી તમારે ફક્ત અને ફક્ત શાળા ફેર બદલી કરી અને ફોર્મ સબમીટ કરવાનો હોય છે.આ દરમિયાન તમારે નવું ફોર્મ પણ ભણવાનું નથી હોતું અને મોબાઈલથી પણ ખુબ જ સરળતાથી કરી શકો છો.

આ રીતે અંદાજે ત્રણ રાઉન્ડ કરતા હતા અને ગયા વર્ષે બહાર પાડવામાં આવ્યો હતો મારી આપ સૌને એક વિનંતી અને સલાહ છે કે આરટીઇ અને કાયદાને વાર હોય તે પહેલા જ આપણે તમામ ડોક્યુમેન્ટ ભેગા કરી લેવા જોઈએ આપણે આરટીઇની અગ્રતા ક્રમની સાથે કાયદો જાણી લેવો જોઈએ અને આપણે આ ફોર્મ ગમે તે વ્યક્તિ પાસે ન ભરાવો જોઈએ જે વ્યક્તિ આરટીઇના કાયદાના નિષ્ણાંત છે અને જેમને ફોર્મ ભરતા ખૂબ જ સારી એવી આવડત છે તેમની પાસે જ ફોર્મ ભરાવો કારણ કે આપજે ફોર્મ ભરાવતા હોય છે તેમાં ઘણી વખત અને અન્ય લોકો ફોર્મ ભરતા હોય છે તેમની પાસે આ કાયદા વિશે પૂરતું નોલેજ નથી હોતું અને તે કારણે અથવા તો બાળકને પ્રવેશ મેળવવાના ચાન્સેસ ખૂબ જ ઓછા થઈ જતા હોય છે અને ઘણી વખત તો અસંખ્ય ફોર્મ રીજેક્ટ પણ થતા હોય છે.

ઉપરોક્ત માહિતી ઉપયોગી રહી હશે આવી માહિતી માટે અમારા વોટ્સએપ ગ્રુપ સાથે જોડેયેલા રહો.