ઘરે બેઠા મોબાઇલ દ્વારા રેશન કાર્ડ E-KYC (ઇ-કે.વાય. સી.) કેવી રીતે કરવું

રેશન કાર્ડ E-KYC (ઇ-કે.વાય. સી.) કેવી રીતે જાતે મોબાઈલ દ્વારા E-KYC કરી શકાય

SARKARI YOJANA & JOBS

EASY GUIDE

12/12/20241 મિનિટ વાંચો

રેશન કાર્ડ E-KYC (ઇ-કે.વાય. સી.) કેવી રીતે કરવું ?

રેશન કાર્ડ E-KYC (ઇ-કે.વાય. સી.) કેવી રીતે જાતે મોબાઈલ દ્વારા E-KYC કરી શકાય. આ લેખ ને અંત સુધી જરૂર વાંચવું.

શું મોબાઈલ દ્વારા ઘરે બેઠા રેશન કાર્ડ E-KYC (ઇ-કે.વાય. સી.) થઈ શકે ?

હા જો તમારી પાસે એન્ડ્રોઇડ ફોન હોય તો તમે ઘરે બેઠા પણ આ રેશન કાર્ડ E-KYC (ઇ-કે.વાય.સી.) જાતે કરી શકો છો. રેશન કાર્ડ E-KYC (ઇ-કે.વાય. સી.) કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર રહશે?

1. તમારા રેશન કાર્ડમાં જેટલા કુટુંબીજનોના (લોકો) નામ છે તેમના આધાર કાર્ડ

2. મોબાઈલ નંબર (જે આધાર થી લિન્ક કરેલો હોય તે)

3. ઇ-મેઈલ આઈ ડી

રેશન કાર્ડ E-KYC (ઇ-કે.વાય. સી.) કેવીરીતે કરવું ?

અહી તમને સંપૂર્ણ માહિતી મળી રહશે.

- સૌ પ્રથમ ગૂગલ પ્લે સ્ટોરમાંથી My Ration (Gujarat) અને AadhatFaceRD એપ ડાઉનલોડ કરી લેવી

- તમારું નામ અને મોબાઈલ નંબર નાખી અને રજીસ્ટ્રેશન કરવું

- ત્યારબાદ મોબાઈલ નંબર આપી અને ઓટીપી સાથે લૉગ-ઇન કરવું

- લૉગ ઇન થયા બાદ રેશન કાર્ડ નંબર દાખલ કરી અને રેશન કાર્ડ ની જાણકારી મળશે

- રેશન કાર્ડ ની વિગત તમારી સામે આવી જશે ત્યારબાદ એપ ની બહાર નીકળી ફરી વાર લૉગ ઇન કરવું

- લૉગ ઇન થયા બાદ આધાર E-KYC પર જવું ત્યાં તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરવો અને ઓટીપી મેળવો આ ઓટીપી દાખલ કરી રજીસ્ટર કરો

- આધાર નંબર વેરીફાઈ થયા પછી ફેસઆઈડી માટે નેક્સ્ટ આપવું જ્યાં કેમેરા ખૂલશે ત્યાં તમારો લાઈવ ફોટો અપલોડ થશે અને મેસેજ આવશે તમારી અરજી લેવામાં આવી છે. અને આ અરજી પ્રોસેસ થશે એટલે મેસેજ આવશે કે તમારું E-KYC થઇ ગયું છે

- હવે બીજા મેમ્બરો માટે પણ આજ રીતે આધાર નંબર નાખી અને ઓટીપી મેળવી દાખલ કરી અને લાઈવ ફોટો અપલોડ કરી દેવો.

- રેશન કાર્ડ માં જેટલા મેમ્બર્સ એડ હશે તેમનું લિસ્ટ ત્યાં દેખાડશે તેમણે સિલેકટ કરી એક પછી એક ઉપર મુજબ પ્રોસેસ કરવી.

યાદ રાખો હાલ આ E-KYC ની પ્રક્રિયા ચાલુ છે અને my ration એપ નું વર્જન ચેક કરતાં રહવું જૂન વર્જન માં મુશ્કેલી થશે. દરેક લોકો E-KYC ઘરે બેઠા મોબાઇલ દ્વારા કરી શકો છો. તમે જો આ E-KYC કરી ચૂક્યા છો તો બીજા લોકો ની મદદ જરૂર કરો.

ઉપરોક્ત જેવા સરકારી યોજના વિષે જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.