રાહત ૩૦.જુન.૨૦૨૩ સુધી પાન કાર્ડ આધાર કાર્ડ લીંક કરી શકાશે

પાન કાર્ડ આધાર કાર્ડ લીંક કરવાની તારીખ ૩૦.જુન.2023 સુધી લંબાવાઈ છે.

BUSINESS IDEA SARKARI YOJANA & JOBS

3/28/20231 min read


કેન્દ્ર સરકારે આધાર કાર્ડ અને પાન કાર્ડ લીંક કરવાની સમય મર્યાદા ૩ મહિના વધારી દીધી છે આમ હવે આધાર કાર્ડ અને પાન કાર્ડ લીંક કરવાની છેલ્લી તારીખ ૩૦.જુન .૨૦૨૩ છે.

આધાર-પાનને લિંક કરવા માટે આ રહી સરળ રીત : -

આ માટે પહેલા આ લીંક ઓપન કરવી (https://eportal.incometax.gov.in/iec/foservices/#/pre-login/bl-link-aadhaar)

  • પાન અને આધાર નંબર લખીને અને વેલિડેટ બટન ઉપર ક્લિક કરો.

  • પેમેન્ટ માટે NSDL વેબસાઇટની એક લિંક દેખાશે. જ્યાં તમારે સૌ પ્રથમ ૧૦૦૦ રૂપિયા ચુકવવા પડશે.

  • CHALLAN NO./ITNS 280માં પ્રોસિડ (proceed) પર ક્લિક કરો.

  • ટેક્સ એપ્લિકેબલ Tax Applicable - (0021) Income Tax (Other than Companies) પસંદ કરો

  • Type of Payment ટાઇમ ઓફ પેમેન્ટમાં ((500) Other Receipts ની પસંદગી કરવાની રહેશે.

  • મોડ ઓફ પેમેન્ટમાં બે વિકલ્પ હશે, નેટ બેન્કિંગ અને ડેબિટકાર્ડ.

  • તમે તમારી અનુકૂળતા મુજબ બેમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરી શકો છો.

  • પર્મનન્ટ એકાઉન્ટનંબરમાં તમારો પાનકાર્ડ નંબર લખો.

  • Assessment Year આકારણી વર્ષમાં 2023-2024ની પસંદગી કરો.

  • તમારું સરનામું લખો.

  • હવે નીચે કોડ દેખાશે તે દાખલ કરો અને પ્રોસિડ બટન ઉપર ક્લિક કરો.

  • પ્રોસિડ પર ક્લિક કર્યા પછી તમે સ્ક્રીન પર તમારી જે માહિતી દાખલ કરી છે તે ચકાશો.

  • જાણકારી ચેક કર્યા બાદ આઇ એગ્રી ટિક કરો, સબ્મિટ ટુ ધ બેંક પર ક્લિક કરો.

  • જો દાખલ કરેલી વિગતોમાં કોઈ સુધારો હોય તો સુધારી લો.

  • ત્હયાર બાદ નેટ બેન્કિંગ અથવા ડેબિટકાર્ડનો વિકલ્પ પસંદ કરીને 1000 રૂપિયા ભરવા પડશે.

  • પેમેંન્ટ થયા પછી, પીડીએફ ડાઉનલોડ કરી તમારી પાસે રાખો.

  • પેમેન્ટ અપડેટ થવામાં વધુમાં વધુ 4 થી 5 દિવસનો સમય લાગશે.

પેમેન્ટ કરી ને આ પ્રોસેસ કરવી

  • ચેક કરવા માટે આ લીંક પર જવું (https://eportal.incometax.gov.in/iec/foservices/#/pre-login/bl-link-aadhaar) અને ચેક કરતા રેહવું.

  • પાન અને આધાર નંબર લખીને અને વેલિડેટ બટન ઉપર ક્લિક કરો.

  • જો પેમેન્ટ અપડેટ થઈ ગયું હોય , તો સ્ક્રીન પર ચાલુ રાખવાનો વિકલ્પ આવશે.

  • ચાલુ રાખવા પર ક્લિક કરો અને આધારકાર્ડ અનુસાર નામ અને મોબાઇલનંબર દાખલ કરો.

  • આઇ એગ્રી I Agree પર ટિક કરો અને આગળ વધો. ત્તયાર બાદ તમને OTP- ઓટીપી મળશે.

  • OTP- ઓટીપી દાખલ કરો અને વેલિડેટ ઉપર ક્લિક કરો. હવે એક વિન્ડો ખૂલશે.

  • પોપ અપ વિન્ડોમાં લખવામાં આવેલુ હશે કે આધાર પેન લિંકિંગ માટેની તમારી વિનંતી માન્યતા માટે UIDAIને મોકલવામાં આવી છે.

  • વેલિડેશન બાદ તમારું પાન અને આધાર લિંક થઈ જશે. તમે આ લીંક પર તમારું પાન આધાર લીંક સ્ટેટ્સ ચકાશવું.
    (https://eportal.incometax.gov.in/iec/foservices/#/pre-login/link-aadhaar-status)

    • ઉપરોક્ત મેસેજ જોઈ તમારા પાન આધાર કાર્ડ જેમાં નામ કે જન્મ તારીખ ખોટી છે તેને સુધારવાની પ્રોસેસ ચાલુ કરવી જો તમે ઓનલાઈન કરી શકતા હોય તો આ રહી લીંક

    • પાન કાર્ડ માં સુધારો કરવા માટે - https://www.onlineservices.nsdl.com/paam/endUserRegisterContact.html

    • આધાર કાર્ડ માં સુધારો કરવા માટે - https://ssup.uidai.gov.in/web/guest/update

    • જો તમે ઓનલાઈન ના કરી શકતા હોવ તો તમારા નજીકના પાન અને આધાર કાર્ડ સેન્ટર પર જઈ અને સુધારો કરાવી લેવો.

    • આ સુધારો વધારો કરવા માં સમય લાગતો હોવાથી વહેલી તકે સુધારો કરાવો હિતાવહ છે.

      પાન કાર્ડ આધાર લીંક પ્રોસેસનો વીડિઓ જોવા માટે આ લીંક પર ક્લિક કરવી અને subscribe બટન પર ક્લિક કરવી.
      https://www.youtube.com/watch?v=eEwEbKU7V9w


      આ લેખ જો તમને ઉપયોગી લાગ્યો હોય તો બીજા લોકો સુધી આ મેસેજ share કરશો. -


      આવા ઉપયોગી લેખ ની update મેળવવા માટે ઈમેલ આઈડી થી Subscribe કરો...