ઘરે બેઠા પૈસા કમાવાની એપ્લિકેશન

BUSINESS IDEA

Easy Guide Forum

2/18/20241 મિનિટ વાંચો

focus photography of person counting dollar banknotes
focus photography of person counting dollar banknotes

ઘરે બેઠા પૈસા કમાવાની એપ્લિકેશન

ઘરે બેઠા પૈસા કમાવાની રીત

આજ કાલ ઓનલાઈન પૈસા કમાવવાની ઘણી બધી એપ્લીકેશન મળી આવે છે અને આ માંથી ઘણી બધી પૈસા કમાવવાની એપ્લીકેશન ખરેખર પૈસા આપે છે અને લોકો આવી એપ્લીકેશન નો ઉપયોગ કરી અને ઘરે બેઠા લાખો કરોડો રૂપિયા કમાય રહ્યા છે


ઓનલાઈન પૈસા કમાવવા માટે ઘણી બધી રીત છે જેમાં કોપી પેસ્ટ વર્ક, સર્વે કરવાનું વર્ક, રીફર (રેફરન્સ) વર્ક અને માલ સામાન વેચી ને પૈસા કમાવી શકાય છે અહી મારે દરેક વિશે વાત કરવી નથી અને જો તમારે આ દરેક રીત વિષે જાણવું હોય તો આ લિંક ઉપર ૧૨ રીતો જે તમે ઓનલાઈન પૈસા કમાવી શકો છો.

આ બધી રીત માંથી આજે મારે માલ સામાન વેચી ને કેવી રીતે ઘરે બેઠા પૈસા કમાવી શકાય તેવી બીઝનેસ ની વાત કરવી છે.

આટલું વાચી ને મનમાં ઘણા સવાલ આવશે જેવા કે

૧. મારી પાસે તો કોઈ માલ સામાન છે નહિ કે તેને વેચાણ કરી પૈસા કમાય શકું ?

૨. મારી પાસે એટલા પૈસા નથી કે માલ ખરીદી શકું અને ઘરે બેઠા પૈસા કમાય શકું?

૩. મારી પાસે એટલા એવી કોઈ જગ્યા નથી કે દુકાન નથી કે હું ત્યાં માલ રાખી શકું ?

૪. મારી પાસે કયો માલ વેચવો એનું જ્ઞાન પણ નથી તો કેવી રીતે ઘરે બેઠા પૈસા કમાય શકું?

૫. માલ સામાન લાવીશ ક્યાંથી ?

૬. માલ સામાન વેચવા કયા જઈશ?

૭. માલ સામાન વેચી ને કેટલા રૂપિયા કમાય ?

૮. ઘરે બેઠા બીઝનેસ કરીને નફો કેટલો મળશે ?

૯. ઘરે બેઠા બીઝનેસ કરવા માટે મારે કેટલું રોકાણ કરવું પડશે ?

૧૦. આ ઓનલાઈન બીઝનેસ કરવા માટે કઈ વસ્તુ ની જરૂર પડશે ?

આ બધા જ પ્રશ્ન નો જવાબ આપવા માટે આ આર્ટીકલ અંત સુધી જરૂર વાચવો

૧. મારી પાસે તો કોઈ માલ સામાન છે નહિ કે તેને વેચાણ કરી પૈસા કમાય શકું ?

જવાબ : - આ એપ્લીકેશનમાં તમારે કોઈ પણ પ્રકારનો માલ સામાન તમારી પાસે હોવો જરૂરી નથી આ એપ્લીકેશનમાં જે માલસામાન હાજર સ્ટોકમાં હોય તે તમે વેચી શકો છો.

૨. મારી પાસે એટલા પૈસા નથી કે માલ ખરીદી શકું અને ઘરે બેઠા પૈસા કમાય શકું?

જવાબ :- આ એપ્લીકેશનમાં તમારે ૦ રૂપિયા થી વેચાણ કરી શકો છો તમારે કોઈ પણ વસ્તુ ખરીદવાની નથી.

૩. મારી પાસે એટલા એવી કોઈ જગ્યા નથી કે દુકાન નથી કે હું ત્યાં માલ રાખી શકું ?

જવાબ :- આ ઓનલાઈન બીઝનેસ હોય છે જેમાં તમારો સ્ટોર ઓનલાઈન હોય છે ફીઝીકલ કોઈ પણ વસ્તુ નો સ્ટોક કરવાનો રેહતો નથી.

૪. મારી પાસે કયો માલ વેચવો એનું જ્ઞાન પણ નથી તો કેવી રીતે ઘરે બેઠા પૈસા કમાય શકું?

જવાબ :- આ એપ્લીકેશનમાં ઘર વખરી, એપીરલ કપડા, કિચન વસ્તુઓ, ઘર વપરાશી વસ્તુઓનું વેચાણ કરવાનું છે જેમાં કોઈ વિશેષ જ્ઞાન ની જરૂરત રેહતી નથી.

૫. માલ સામાન લાવીશ ક્યાંથી ?

જવાબ :- આ એપ્લીકેશનમાં જુદા જુદા માલ વેચનાર પોતાની વસ્તુ ઓ લીસ્ટ કરે છે જે તમારે સિલેક્ટ (પસંદ) કરી અને ત્તેનું વેચાણ કરવાનું છે જેથી માલ સામાન શોધવા જવાની જરૂર નથી.

૬. માલ સામાન વેચવા કયા જઈશ?

જવાબ :- આ માલ સામાન તમે તમારા ફ્રેન્ડસ ફેમીલી ગ્રુપમાં અથવા ઓનલાઈન માર્કેટિંગ કરી વેચી શકો છો.

૭. માલ સામાન વેચી ને કેટલા રૂપિયા કમાય ?

જવાબ :- દરેક વસ્તુઓમાં તમે તમારું માર્જીન લગાવી અને વેચાણ કરી શકો છો મીનીમમ આ બિઝનેસમાં તમે તમારી રીતે માર્જીન સેટ કરી શકો છો.

૮. ઘરે બેઠા બીઝનેસ કરીને નફો કેટલો મળશે ?

જવાબ :- આ નફો તમારા વેચાણ ઉપર આધાર રાખે છે તમે જેટલું વધારે વેચાણ કરશો તેટલો નફો કમાય શકાય દર મહીને ઘણા લોકો ૨૫૦૦૦ જેટલા રૂપિયા ઘરે બેઠા ઓનલાઈન બીઝનેસ કરીને આરામથી કમાય છે.

૯. ઘરે બેઠા બીઝનેસ કરવા માટે કેટલું રોકાણ કરવું પડશે ?

જવાબ :- . ઘરે બેઠા બીઝનેસ કરવા માટે ૦ શૂન્ય રોકાણથી થાય છે

૧૦. આ ઓનલાઈન બીઝનેસ કરવા માટે કઈ વસ્તુ ની જરૂર પડશે ?

જવાબ :- આ ઓનલાઈન બીઝનેસ કરવા માટે એક એન્દ્રોઈડ મોબાઇલ ની જરૂર પડશે, બેંકમાં ખાતું હોવું જોઈએ અને મોબાઇલ નંબર સાથે ઈન્ટરનેટ આ વસ્તુ થી તમે બીઝનેસ ચાલુ કરી શકો છો.

આ ઉપરોક્ત વિગત સાથે હવે આપણે જે એપ્લીકેશન થી ઘરે બેઠા પૈસા કમાવાના છે તે એપ્લીકેશન વિશે માહિતી મેળવીએ

બજારમાં ઓનલાઈન ઘણી એપ્સ છે જેમાં તમે કામ કરી શકો છો પણ અહી આપણે એક એપ વિશે માહિતી મેળવવાની છે જેનું નામ છે ગ્લોરોડ (GLOWROAD).

એપ ગ્લો રોડ GLOWROAD એક ઈ-કોમર્સ વેબસાઈટ છે જેવી તીતે AMAZON, FLIPKART, વગેરે પરંતુ GLOWROAD માં એક એવો ઓપ્શન છે જેનાથી ઘર બેઠા તમે પૈસા કમાવી શકો છો કેવી રીતે જાણીએ

૧. સૌ પ્રથમ તમારે આ એપ ડાઉનલોડ કરી લેવાની છે

૨. મોબાઇલ નંબર અને નામ ની ડીટેઇલ નાખી રજીસ્ટ્રેશન કરી લેવું.

૩. આ એપ માં તમે તમારો સ્ટોર ખોલી શકો છો એ પણ ફ્રી, તમારા મનગમતું નામથી સ્ટોર બનાવી શકો છો.

૪. પછી તમારે તેમાં બેંક એકાઉન્ટ ની વિગત આપવાની જેથી તમારી ઇન્કમ તે ખાતામાં જમા થઈ શકે.

૫. એપ ના હોમ પેજ પર પ્રોડક્ટ દેખાશે જે તમે તમારા સોશિઅલ એકાઉન્ટ જેવા કે WATSAPP, FACEBOOK વગેરે માં શેર કરી શકો છો અને પ્રોડક્ટ પર તમારું માર્જિન(નફો) સેટ કરી શકો છો.

૬. આ SHARE કરેલી પ્રોડક્ટ માટે તમારી પાસે ઓડર આવે ત્યારે તમે તેમનું સરનામું મોબાઇલ નંબર તેમાં ફીડ કરી અને ઓડર કરી નાખો, GLOWROAD તમારી વતી એ ઓડર ડીલીવર કરી આપશે અને એ પણ તમારા સ્ટોરના નામે જયારે તમારા ગ્રાહક પાસે માલ મોકલશે ત્યારે GLOWROAD માર્જિન સાથે ના માલની કીમત ગ્રાહક પાસેથી લેશે અને માર્જીન તમારા ખાતામાં જમા કરી શકશે.

૭. પ્રોડક્ટ વેચવાની ટીપ – એક વોટ્સએપ ગ્રુપ બનાવો જેમાં તમારા સગા-વ્હાલા, દોસ્તો ને એડ કરો અને તે ગ્રુપમાં પ્રોડક્ટ ની પોસ્ટ કરો અને ઓડર મેળવો.

૮. શરુઆતમાં તમે આ એપ ની સીસ્ટમ સમજવા માટે એક*બે ઓડર તમારા પોતાના માટે કરો માર્જીન એડ કરીને અને જુઓ કે સીસ્ટમ કેવી રીતે કાર્ય કરે છે અને જયારે સીસ્ટમ સમજાય જાય પછી માર્કેટ કરો અને ઘરે બેઠા આ કામ કરી ઓનલાઈન પ્રોડક્ટ સેલ કરી અને કમાણી કરો..

નોંધ : અહિયાં આ લેખ માત્ર માહિતી માટે અને માર્ગદર્શન તરીકે છે અમો કોઈ એપ નું પ્રમોશન કરતા નથી આ એપ સારી રીતે વર્ક કરે છે અને લોકો ના અનુભવો ના આધારે માહિતી આપેલ છે.

ઓનલાઈન પૈસા કમાવવાની ૧૨ રીત કઈ છે જાણવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.
https://easyguideforum.in/extra-income-earn-money-through-mobile-athome

Related Stories