પાન - આધાર લીંક કેવી રીતે કરવું.
જો PAN કાર્ડ હોય, તો તેને ACTIVE રાખવા આધાર સાથે લિંક કરવું ફરજીયાત છે.. જો ૩૧-માર્ચ ૨૦૨૩ પહેલા લીંક નહિ કરાવો તો ₹૧૦૦૦૦ સુધી દંડ ભરવો પડી શકે છે.
BUSINESS IDEA SARKARI YOJANA & JOBS
ખૂબ જ અગત્યની સૂચના
PAN ને આધાર સાથે લિંક કરવું
31-03-2023 છેલ્લી તારીખ (1000₹ પેનલ્ટી)
જો PAN કાર્ડ હોય, તો તેને ACTIVE રાખવા આધાર સાથે લિંક કરવું ફરજીયાત.
આપની જાણમાં હશે કે આપનું અને આપની ફેમિલી ના દરેક વ્યક્તિ નું આધાર કાર્ડ અને પાન કાર્ડ ૩૧ માર્ચ, ૨૦૨૩ સુધીમાં લિંક કરવું ફરજિયાત છે.
સરકારના આદેશ મુજબ 31-03-2023 સુધીમાં આધાર સાથે લિંક ન થયેલા PAN ને નિષ્ક્રિય (INACTIVE) કરાશે. આથી ૧ એપ્રિલ ૨૦૨૩ થી આપના બેંક એકાઉન્ટ, ડિમેટ એકાઉન્ટ, 15G/H, શેર, Mutual Funds, IT Return, Refund વીગેરે અને કોઈપણ બીજા નાણાકીય વ્યવહાર થઈ શકશે નહીં.
તદુપરાંત જો આપ ૩૧ માર્ચ, ૨૦૨૩ પછી આધાર અને પાન કાર્ડ લિંક કરવા જશો તો તમારે ₹૧૦૦૦૦ સુધી દંડ ભરવો પડી શકે છે. આ માહિતી ની ખરાઈ તમે ઇન્કમટેક્સ ની સત્તાવાર વેબ સાઇટ પર જઈને કરી શકો છો.
જો આપ આપનું આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કરવા ઈચ્છતા હો તો નીચે જણાવેલ વિગત મુજબ સરળતા થી તમો
તમારા ફોન દ્વારા પણ પાન કાર્ડ આધાર કાર્ડ લીંક કરવામાં મદદરૂપ થશે.
પાન કાર્ડ આધાર કાર્ડ લીંક કરવા સર્વપ્રથમ આ સૂચનો ધ્યાનમાં રાખવા :
PAN અને Aadhaar બંનેમાં
- પૂરું નામ સ્પેલિંગ બરાબર સરખા હોવા જોઈએ (અટક આગળ કે પાછળ ચાલે)
- જન્મ તારીખ સરખી હોવી જોઈએ. ક્યારેક આધાર માં ફક્ત જન્મ નું વર્ષ લખેલું હોય, તો બંનેમાં વર્ષ સરખા હોવા જોઈએ. ફેર હોય, તો જેમાં ખોટું હોય, તે સુધરાવવું.
આ સુધારો ઓનલાઈન પણ થઇ શકે છે અથવા તમારી નજીકમાં આવેલા પાન કાર્ડ અને આધાર કાર્ડ સેન્ટર પર જવું અને જેમાં ખોટું હોય તે સુધારી લેવું.
PAN Aadhaar Link થયેલું છે કે નહીં, તેનું STATUS જોવા માટે :
https://eportal.incometax.gov.in/iec/foservices/#/pre-login/link-aadhaar-status
આ લીંક પર તમારે પાન નંબર અને આધાર કાર્ડ નાખી અને View link aadhar Status બટન પર ક્લિક કરવું.
આમ કરવાથી જો તમારું પાન કાર્ડ આધાર સાથે લીંક હશે તો આ પ્રકારનો મેસેજ આવશે.
Your PAN AXXXXXXXXA is already linked to given Aadhaar 8XXXXXXXXX4
અને જો લીંક ન હોય તો નીચેની લીંક ઓપન કરશો જે ઇન્કમ ટેક્ષ ની ઓફીસીયલ વેબ્સાઈટ જ્યાં થી તમે પાન આધાર લીંક કરી શકશો.
https://eportal.incometax.gov.in/iec/foservices/#/pre-login/bl-link-aadhaar
આ લીંક પર તમારે પાન નંબર અને આધાર કાર્ડ નાખી અને વેલીડેટ (VALIDATE) Bબટન પર ક્લિક કરવાનું રેહશે.
અને જો તમારું પાન કાર્ડ આધાર સાથે લીંક નહિ હોય તો પેય્મેંટ બાબતે મેસેજ આવશે.
આ મેસેજ જોવા મળશે.
પાન આધાર લીંક માટે પેનલ્ટી કેવી રીતે ચૂકવશો ?
Continue To Pay Through E-Pay Tax
આ બટન પર ક્લિક કરશો એટલે
પાન –મોબાઈલ નંબર નાખ્યા પછી
Payment માટે ચલન નંબર ૨૮૦ (એડવાન્સ ટેક્સ) વાળું ચલન સિલેક્ટ કરવું
તેમાં હેડ meajor head 021 (other then company) કરવું ત્યાર બાદ
Tyoe of Payment માં (500) other receipts સિલેક્ટ કરવું.
બાદ નેટ બેન્કિંગ, ડેબીટ કાર્ડ વગેરે ની ડીટેઇલ સિલેક્ટ કરવી
અને ત્યારબાદ બેંક ડીટેઇલ ભરી અને PAYMENT પેયમેન્ટ કરવું.
ચલણ ભરાઈને ડાઉનલોડ થઈ જાય, પછી ફરી Link Aadhaar માં જવું.
પેમેન્ટ થયેલું બતાવે, પછી જ લિંક કરવું. (ફરી ફી ન ભરવી.)
આ રીતે લિંક કરવાની રિકવેસ્ટ કરીએ, પછી ઇન્કમ ટેક્સ વિભાગ તેને UIDAI ને (આધાર ઓથોરિટી) ને Verify કરવા મોકલે છે.
આમ લિંક થતા 2-5 દિવસ થાય છે.
ત્યાં સુધી રોજ Aadhaar Link Status ચેક કરતા રહેવું.
વધુ વિગત માટે વીડિઓ જોવો - https://www.youtube.com/watch?v=eEwEbKU7V9w
#Pan-Aadhar Link