8 ઇન્ડોર રમતો જે બાળકો ને મોબાઇલ થી દુર રાખે

8 એવી રમતો જે તમારા બાળકો ને મોબાઇલ થી દુર રાખશે અને તેને ફિઝીકલી તથા મેન્ટલી મજબુત બનાવશે.

LIFE-STYLERELATIONSHIP

Easy Guide Team

5/4/20241 min read

2 women sitting on chair in front of table
2 women sitting on chair in front of table

8 Indoor Games that can be leave kids mobile addiction

8 એવી રમતો જે તમારા બાળકો ને મોબાઇલ થી દુર રાખશે અને તેને ફિઝીકલી તથા મેન્ટલી મજબુત બનાવશે. અને અત્યારે તો આ ખુબજ જરૂરી છે અને હાલ નો સમય વેકેશન છે તો એ જરૂરી બની જાય કે આપણે આપણા બાળકનો સમય મોબાઇલમાં વેડફી ન નાખે તેનું ધ્યાન રાખીએ.

વેકેશન અને બાળકો

વેકેશન શરુ થાય એટલે બાળકોને મજા પડી જાય, વેકેશન હોય એટલે રમવા તો જોઈએ ને રમવું મનોરંજન સાથે સાથે એક સ્ટ્રેસ દુર ની એક એવી પ્રવુતિ છે જે બાળકો ને સ્વસ્થ રાખે છે અને બાળકો લાંબા સમય સુધી અભ્યાસ કરીને થાકી જાય છે, ત્યારે તેમનો બચાવ છે જેની રાહ તેઓ આતુરતાથી જોતા હોય છે અને વેકેશન શ્રેષ્ઠ સમય છે જેમાં બાળકોને રમવાની મજા આવી જાય.

પરંતુ ઉનાળાની કાળ ઝાળ ગરમી માં કોઈ પણ માતા પિતા તેમના બાળકો ને બહાર રમવા દેતા નથી. લેખમાં અમો તમને ગેમ્સ 8-Indoor Gamesજે તમે તમારા બાળકો સાથે અથવા બાળકો ઘરમાં રમી શકે છે. બાળકો માટે રમવા માટેની ઇન્ડોર ગેમ્સ (8-Indoor Games).

ઇન્ડોર ગેમ્સનો Indoor Games અર્થ વિડિયો ગેમ્સ અથવા મોબાઇલ ફોન પરની રમતો નથી. ઉનાળાની રજાઓમાં તમે બાળકોને રમવાથી દૂર રાખી શકતા નથી. તો, તમે શું કરી શકો? તમે ઇચ્છો છો કે તેઓ રમે પણ તમે ઇચ્છો છો કે તેઓ પણ સુરક્ષિત રહે. શા માટે તમારા બાળકો અને તેમના મિત્રોને ઇન્ડોર ગેમ્સમાં સામેલ કરતા નથી? કોઈપણ રીતે, પેઢીના બાળકો માટે માતાપિતા તરીકે, તમે તેમને તમારા સમયની રમતો બતાવી શકો છો.

અમે અહિયાં થોડી રમતો ની વાત કરીએ કદાચ તમે આ રમતો રમી પણ હશે કદાચ અમુક નવી રમતો વિશે જાણવા પણ મળે.

૧. ગ્લાસ અને ગોલ :

આ રમતમાં ઘણી મજા આવશે જેના માટે તમારે કોઈ પણ જાતનો ખર્ચ પણ કરવાનો રેહશે નહિ.

કઈ કઈ વસ્તુની જરૂર પડશે ( What You Need)

એક ગ્લાસ - એક પ્લાસ્ટિક નો બોલ (દડી) અથવા રબ્બરની દડી

આ રમત કેવી રીતે રમવાની હોય ? ( How to Play games)

આ રમતમાં સૌ પ્રથમ ગ્લાસ ને થોડી દુર મુકવો અને ત્યાંથી થોડા કદમ દુર થી પ્લાસ્ટિક બોલ અથવા રબ્બર ની નાની દડી આવે તે ને તપી પડાવી અને ગ્લાસમાં ગોલ કરવાનો દરેકના ૧૦ વાર અથવા ૫ વારા જે વધારે ગોલ કરે તે વિનર ગણાશે.

રમત ને વધુ રસપ્રદ બનાવવા ગ્લાસ ને દુર રાખવું.

2. હિટ ધ ગ્લાસ :

આ રમતમાં આપણે બધા એ કયારેક તો મેળામાં રમી જ હશે જે માં ગ્લાસ ને પાડી નાખી અને ઇનામ મળે.

કઈ કઈ વસ્તુની જરૂર પડશે ( What You Need)

૧૦ ગ્લાસ - એક પ્લાસ્ટિક નો બોલ

આ રમત કેવી રીતે રમવાની હોય ? ( How to Play games)

આ રમતમાં સૌ પ્રથમ તો ૧૦ ગ્લાસ થોડી દુર પીરામીડ ની જેમ ગોઠવવા પહેલા ૪ તેની ઉપર ૩ અને તેની ઉપર ૨ ગ્લાસ અને સૌથી ઉપર ૧ ગ્લાસ મુકવો અને ત્યાંથી થોડા કદમ દુર થી પ્લાસ્ટિક બોલ ને ઘા કરી અને ગબધા ગ્લાસ ને પાડી દેવાનો પ્રયાસ કરવાનો જેમાં દરેક માટે ૩ અથવા ૫ વારા રાખી શકાય.

રમત ને વધુ રસપ્રદ બનાવવા ગ્લાસ ને દુર રાખવું.

૩. હવા કા જોકા

આ રમત તમને નવીન લાગશે આ રમત રમવાની મજા અલગ છે

કઈ કઈ વસ્તુની જરૂર પડશે ( What You Need)

સ્ટ્રો - કાગળનો નાના બોલ-ડિસ્પોઝેબલ કપ-સ્ટડી ટેબલ અથવા નાનું ટેબલ

આ રમત કેવી રીતે રમવાની હોય ? ( How to Play games)

આ રમતમાં સૌ પ્રથમ ટેબલ ની એક સાઈડ ડિસ્પોઝેબલ કપ ને સેલોટેપ સાથે ચોતાડવું અને બીજી તરફ થી બે વ્યક્તિને મોઢામાં સ્ટ્રો રાખી કાગળના બોલ ને તેના દ્વારા તેને તે ડિસ્પોઝેબલ કપ સુધી લઇ જવામાં આવે અને જે ઝડપથી તે કપમાં બોલ ને ગોલ કરાવે તે વિનર ગણાશે.

૪. વાતનું વતંગડ ( Chinese Whisper) :-

આ રમત તમે જરૂર ક્યારેક સ્કુલમાં રમી હશે અથવા કોઈ ઇવેન્ટમાં જોઈ હશે.

આ રમત કેવી રીતે રમવાની હોય ? ( How to Play games)

આ રમત એક ટીમ અથવા ગ્રુપમાં રમવાની હોય છે જેમાં દરેક વ્યક્તિ એક હરોળમાં (line)માં ઉભું રહેવાનું હોય છે અને હરોળમાં આગળ ઉભેલો વ્યક્તિ તેની તરત બાજુમાં આવેલ બીજા વ્યક્તિના કાનમાં એક વાક્ય ધીમેથી કેહવાનું હોય છે અને બીજો વ્યક્તિ તે વાત ત્રીજા વ્યક્તિને કેહવાની આમ છેલ્લા વ્યક્તિ સુધી વાત પહોચાડવાની અને જયારે છેલ્લો વ્યક્તિ જે વાત કરે તે બોલશે કે તેને શું સાંભળ્યું અને ત્યારે એ વાત અલગ જ નીકળે અને તે સંભાળવાની મજા પડી જાય.

રમત ને વધુ ફની બનાવવા વાક્ય અટપટું રાખવું જોઈએ.

૫. મ્યુઝીકલ ચોકલેટ (Musical Chocolate)

મ્યુઝીકલ Chair નું નામ સાંભળ્યું હશે તેવી રીતે મ્યુઝીકલ ચોકલેટ (Musical Chocolate) રમત(game) હોય છે.

કઈ કઈ વસ્તુની જરૂર પડશે( What You Need)

ટેબલ- ચોકોલેટ (જેટલા સભ્યો હોય તેના કરતા એક ઓછી)

આ રમત કેવી રીતે રમવાની હોય ? ( How to Play games)

આ રમત એક ટીમ અથવા ગ્રુપમાં રમવાની હોય છે જેમાં ટેબલ પર ચોકોલેટ ગોઠવવાની અને તેની ફરતે સભ્યો ને ઉભા રાખવા. અને એક વ્યક્તિ તાલી પાડે અને તે વખતે ટેબલ ફરતે દોડવાનું અને જેવો તાલી નો અવાજ બંધ થાય એટલે ચોકોલેટ હાથમાં લઇ લેવાની જે રહી જાય તે આઉટ ગણાશે. ફરી બચેલા સભ્યો ને રમત આગળ વધારવાની અને એક ચોકલેટ ઓછી કરતી જવાની જે છેલ્લે સુધી ટકી રહે તે વિનર ગણાશે.

મ્યુઝીક ની રમત આવી એટલે એક વિડીઓ જે બાળકો ની રમત નો છે જેના જે રમત થી બાળકોની સંભાળવાની શક્તિ તથા વિચાર શક્તિ એકાગ્રતામાં વધારો થાય જે રમત નો વિડીઓ નીચે ની લિંક પર છે.

https://www.youtube.com/shorts/g5UrX1CvTm0

6. કપ-ગ્લાસ કલેક્ટ ( Collect the Cup)

આ રમત પણ રોમાંચક અને મજા પડી જાય તેવી છે.

કઈ કઈ વસ્તુની જરૂર પડશે ( What You Need)

૨૦ કપ/ગ્લાસ

આ રમત કેવી રીતે રમવાની હોય ? ( How to Play games)

આ રમતમાં સૌ પ્રથમ સીધી હરોળ માં બે લાઈનમાં ૧૦ ગ્લાસ/કપ થોડા થોડા અંતરે ઊંધા ગોઠવવા માં આવે અને બંને લાઈનમાં વચ્ચેના ગ્લાસ/કપ સીધા કરવામાં આવે છે.

સભ્ય-૧

સભ્ય-૨

જ્યાં સીધા ગ્લાસ છે ત્યાં બંને સાઈડ એક એક સભ્ય ને ઉભા રાખવા અને રમત શરુ કરવાની હોય બંને સભ્ય પોતાની બાજુની લાઈનમાં ગોઠવેલા ગ્લાસ/કપ ને એક એક ગ્લાસ કરીને વચ્ચે રહેલા ગ્લાસમાં ભેગા કરવાના અને એ ધ્યાન રાખવાનું કે ગ્લાસ લાઈન ની છેલ્લે થી લેવાનું ચાલુ કરવાનું અને એક ગ્લાસ ડાબી સાઈડ થી લેવાનો અને એક ગ્લાસ જમણી સાઈડ થી લેવાનો જે સભ્ય પહેલા ભેગા કરશે તે વિનર ગણાશે.

7. પીરામીડ કપ

આ રમત પણ અનોખી અને નવી છે. બાળકો નું એટેન્શન એબિલીટી વધારે છે.

કઈ કઈ વસ્તુની જરૂર પડશે (Things you Need)

૧૦ કપ-બે દોરીના ટુકડા-રબ્બર

આ રમત કેવી રીતે રમવાની હોય ? ( How to Play games)

આ રમત ટીમ વર્ક ની જેમ રમવાની હોય છે. સૌ પ્રથમ રબ્બર ના ચાર છેડે દોરી બાંધવાની છે અને તે દોરી ને બન્ને સાઈડ થી એક એક સભ્યને દોરીના છેડો પકડવાનો.

દરેક ગ્લાસ ને ટેબલ પર ઊંધા ગોઠવવાના રેહશે. હવે સભ્ય ૧ અને સભ્ય ૨ બંને સાઈડ થી દોરી ને ખેચી અને રબ્બરથી ગ્લાસ ને પકડશે અને તે ગ્લાસ ને દોરી વડે એક એક કરી ને પીરામીડ ની જેમ ગોઠવશે.

8 સિક્કા ની રમત ( Collect Coin Games)

સિક્કાથી ઘણી રમત થશે પરંતુ આજે અનોખી રમત શીખીએ.

કઈ કઈ વસ્તુની જરૂર પડશે ( What You Need)

એક ડીસ-બે વાટકા-૧,૨, અને ૫ રૂપિયાના સિક્કા (બધા ૬ થી ૭ નંગ)

આ રમત કેવી રીતે રમવાની હોય ? ( HOW TO PLAY)

આ રમત બે વ્યક્તિ એક સાથે રમે જેવી રીતે સાપ સીડી રમીએ તે રીતે ડાઈસ ને ફેકવાનું હોય દરેક સિક્કા ને ડીસમાં રાખે અને તે ડીસ બંને સભ્ય ની વચ્ચે રાખે અંને બંને સભ્ય ને એક એકે વાટકો જેમાં તે સિક્કા ભેગા કરશે. બંને વ્યક્તિ પાસે પોતાના ડાઈસડીસ હશે અને પછી ૧,૨, અથવા ૫ આવે તો જે નંબર આવે તે નંબર નો સિક્કો ડીસમાંથી લઇ અને પોતાના વાટકામાં ભેગા કરે જે સભ્ય વધુ સિક્કા ભેગા કર્યા છે તે વિનર ગણાશે.

આ માત્રર ૮ રમતો વિશે જાણ્યું આ સિવાય ઘણી બધી રમતો છે જે છોકરાના વિકાસમાં મદદ કરશે અને તેને મોબાઇલથી દુર રાખશે આશા છે તમને આ રમતો ગમી હશે આવી અનોખી અને નવી રમતો વિશે વધુ જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.